મુળી તાલુકાના આંબરડી–સુંદરી માર્ગનું કામ એક વર્ષથી અધૂરું, ગ્રામજનોમાં રોષ
Views: 45
0 0
Read Time:2 Minute, 25 Second

ચોમાસામાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વાહનચાલકો માટે જોખમી બન્યો માર્ગ; વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ

એશા પારેખ મુળી: મુળી તાલુકા ના આંબરડીથી સુંદરી તરફ જતો માર્ગ લાંબા સમયથી અધૂરી કામગીરીના કારણે સ્થાનિક લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. માર્ગના આર.સી.સી. કામનું લગભગ એક વર્ષ અગાઉ આગેવાનો અને મહાનુભાવોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આંબરડીથી સરા સુધીના માર્ગ પર આવેલા અનેક પુલિયા તેમજ અન્ય જરૂરી વિકાસકાર્યો હજુ અધૂરા હોવાથી ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ વિકટ બની છે. વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત રહે છે.ખાસ કરીને રામપર ગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને દરરોજ આ માર્ગ પરથી અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉપરાંત આંબરડીથી વાડી વિસ્તારમાં જતાં ખેડૂતો અને ગ્રામજનો માટે પણ અધૂરો માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે અધૂરી કામગીરી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે અજાણ્યા વાહનચાલકો માટે અકસ્માતની શક્યતા વધી જાય છે. ખાતમુહૂર્ત બાદ કામગીરી ઝડપથી પૂર્ણ થવાની આશા હતી, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ ન થતાં લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.ગ્રામજનોએ તંત્રને અપીલ કરી છે કે આંબરડી–સુંદરી માર્ગનું આર.સી.સી. કામ તેમજ બાકી રહેલા પુલિયાના કામને યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને લોકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *