સાબુ ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને ખતરો, ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ
Views: 197
0 0
Read Time:1 Minute, 32 Second

રિપોર્ટ ઇકબાલ સાઇચા, માળિયા : માળિયા (મી.) તાલુકાના નવલખી રોડ પર વરસામેડી ગામ તરફ આવેલી એક સાબુ બનાવતી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી હોકરા મારફતે છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. રોડ નજીક છોડવામાં આવતું આ પાણી દુર્ગંધ ફેલાવતું હોવાનું તેમજ તેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ કેમિકલયુક્ત પાણી જો દરિયામાં ભળે તો દરિયાઈ જીવસૃષ્ટિ, માછલીઓ તેમજ દરિયાકાંઠાના ઝાડવા, ગોળખર અને અન્ય કુદરતી વનસ્પતિને ગંભીર નુકસાન થઈ શકે છે. આથી પર્યાવરણ પર લાંબા ગાળાની ગંભીર અસર થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણીના નમૂનાઓની ચકાસણી કરવા, કેમિકલયુક્ત પાણીનો નિકાલ બંધ કરાવવા અને નિયમોનો ભંગ થતો હોય તો જવાબદાર ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *