બાળરાજા હરશિવગીરીના દ્વિતીય જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા
Views: 58
0 0
Read Time:2 Minute, 20 Second

મોરબી, તા. ૫ ઓગસ્ટ: મોરબીના જાણીતા પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ તેમજ કુલછાબના બ્યુરોચીફ સુરેશભાઈ ગોસ્વામીના પૌત્ર અને મોરબી કચ્છમિત્રના પત્રકાર અલ્પેશગીરી ગોસ્વામીના લાડકવાયા પુત્ર હરશિવગીરીનો આજે દ્વિતીય જન્મદિવસ હર્ષોલ્લાસ અને પરિવારના ઉમંગભર્યા વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવાર, તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ ભગવાન ભોળાનાથ તથા કુળદેવીની કૃપાથી જન્મેલા હરશિવગીરી આજે જીવનના બીજા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ શુભ અવસરે સમગ્ર ગોસ્વામી પરિવાર તેમજ સજનપર વન પરિવાર આનંદની લાગણી સાથે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે.

દાદા સુરેશભાઈ ગોસ્વામી, દાદી રેખાબેન, મોટાંબાપુ દીપકગીરી, પિતા અલ્પેશગીરી, માતા દીપ્તિબેન, ફઈ પાયલબેન અને હેતલબેન, તેમજ મોહિતપરી, અંજલી, યુવરાજ, જેનિલ, પાર્થ, મનાલી, નાના અશોકવન, નાની દિનાબેન, મામા જયરાજવન, માસી સપનાબેન, માસા પારસગીરી, મોટાભાઈ દેવાંશ સહિત પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો હરશિવગીરીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જન્મદિવસની ઉજવણી નિમિત્તે પરિવાર દ્વારા સુંદર સજાવટ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાનકડા હરશિવગીરીના નિર્દોષ સ્મિત અને કિલકારીઓથી સમગ્ર પરિવાર આનંદ અને ખુશીઓથી ઝૂમી ઉઠ્યો છે. હરશિવગીરીને દ્વિતીય જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી જીવન હંમેશા સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સફળતાથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *