નિરાધાર દીકરીઓના સપનાઓને મળશે નવી ઉડાન:મોરબીમાં UPSC સુધીની નિઃશુલ્ક શિક્ષણ-તાલીમનો સેવા યજ્ઞ
Views: 76
0 0
Read Time:3 Minute, 40 Second

“‘જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટની અનોખી પહેલ – અનાથ અને પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને ધોરણ-7થી કોલેજ સુધી રહેવા, ભણવા, હોસ્ટેલ, ટ્યુશન સહિત સર્વાંગી સહાય”‘

રિપોર્ટ: સુરેશ ગોસ્વામી, મોરબી મોરબી : શિક્ષણ એ જ સાચું સશક્તિકરણ છે તે વિચારને સાકાર કરતી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ મોરબીના જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. સમાજની અનાથ તેમજ માત્ર માતાના સહારે જીવન જીવતી નિરાધાર દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સાથે દેશની સર્વોચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો સેવા યજ્ઞ ટ્રસ્ટે હાથ ધર્યો છે.
આ યોજના અંતર્ગત ધોરણ-7થી કોલેજ સુધીની બાલિકાઓને સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ, હોસ્ટેલ, ભોજન, પુસ્તકો, ટ્યુશન, કપડાં તેમજ અન્ય તમામ જરૂરી સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ UPSC સહિત IAS, IPS અને અન્ય ઉચ્ચ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી વિશેષ માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવશે.

ટ્રસ્ટનું માનવું છે કે યોગ્ય શિક્ષણ, સંસ્કાર અને માર્ગદર્શન મળે તો કોઈપણ દીકરી પોતાના જીવનના મોટા સપનાઓ સાકાર કરી શકે છે. આ પહેલ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વંચિત દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્યનું નવું કિરણ પ્રગટાવવાનો સંકલ્પ છે.
મોરબીના સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ ટી.બી. પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઓમ શાંતિ વિદ્યાલયમાં વિકાસ વિદ્યાલયની 82 દીકરીઓ સહિત માતા-પિતા વિનાની અને નિરાધાર મળી કુલ 150 દીકરીઓને સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે આ સેવાકાર્યને વધુ વિસ્તૃત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તૈયારી કરાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટે સમાજની સંસ્થાઓ, આશ્રમશાળાઓ, શાળાઓ, શિક્ષણવિદો તથા સમાજના આગેવાનોને અપીલ કરી છે કે તેમની જાણમાં એવી અનાથ અથવા માત્ર માતાના સહારે જીવન જીવતી અને અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતી દીકરી હોય તો તેમને આ યોજનાની માહિતી પહોંચાડે, જેથી વધુમાં વધુ દીકરીઓ પોતાના જીવનમાં શિક્ષણ દ્વારા નવી ઓળખ અને સફળતાનું શિખર સર કરી શકે.
શિક્ષણ ક્ષેત્રે માનવસેવાની આ પહેલ મોરબી માટે ગૌરવની બાબત બની છે અને નિરાધાર દીકરીઓને આત્મનિર્ભર તથા રાષ્ટ્રસેવા માટે સક્ષમ બનાવવાની દિશામાં એક પ્રેરણાદાયી પગલું સાબિત થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *